નસીબ

નસીબ …✍️
નસીબના અનેક ખેલને નજરો નજરથી જોયાં.
અમૃત પ્યાલાને અધરોથી ઢોળાઈ જતાં જોયાં.
કંઈક ઘરોના દીપકને ઘોરઅંધારે બુજાઈ જતાં જોયાં.

કંઇક સંતાનોને મા-બાપ વગર મોટા થતાં જોયાં.
તો કોઈ દંપતીને બાળક માટે તરસતાં જોયાં.
ક્યાંક મિલન અને વિરહનાં ખેલ નજરો નજર જોયાં.

શ્રમિકોને સખત મહેનત પછી ફાંફાં મારતાં જોયાં.
કંઇક અમીરોને વગર મહેનતે જલસા કરતાં જોયાં.
નસીબના આવા કંઈક ખેલને નજરો નજરથી જોયાં.

છતાં ફક્ત નસીબનાં ફળ પર આશ ન રાખ તું ..
કર્મના ફળ ચોક્કસ મળે ,એમ માનનારા પણ જોયાં.
આજે ઘણાં દિલેરદિલ ને નસીબ સામે લડતાં જોયાં.